એક નાનું એવું ગિટાર નું સાધન ખોવાઈ જવાથી થયું મને નુકશાન
આજે હું ગિટાર લઈ ને કવર સોંગ બનાવવા બેઠો. ગૂગલ માં સર્ચ કર્યું કહાની સુનો ૨.૦ ના ગિટાર કોર્ડ, ગૂગલ મને એક પેજ પર લઈ ગયું જ્યાં આના ગિટાર ના સૂર લખેલા હતા. આ પેજ માં એક જગ્યા એ લખેલું હતું કે ચાર નંબર ની ફ્રેટ પર કેપો લગાવો.
અમુક લોકો ને કેપો વિશે ખબર નય હોય તો જણાવી દઉં કે કેપો એ ગિટાર પર લગાવાય છે જેના થી સૂર ઉપર નીચે વગાડવા માં મદદ મળે છે.
આવિએ પાછા આપણી વાત કેપો શબ્દ સાંભળી ને હું ઉદાસ પણ થઈ ગયો અને સાથે સાથે થોડો ગુસ્સો પણ આવ્યો.એનું કારણ એ હતું કે જ્યારે મારી પાસે કેપો હતો ત્યારે મે એ કેપો એ સાધન ને જેમ ફાવે એમ મૂકી દીધું, હું ક્યાં મૂકતો એનું પણ મને ધ્યાન નતું. બસ ગમે ત્યારે ગિટાર વગાડવાનું માં થાય ત્યારે કલાક બે કલાક તો કેપો ગોતવા માં કાઢતો જેના કારણે મારી ગિટાર પ્રેક્ટિસ અટકી જતી.
પણ આના કારણે મને કોઈ ફરક પડતો નહતો. આજે એ કેપો મારી પાસે છે કે નહિ. અને હમણાં થી મારા ઈન્સ્ટાગ્રામ પેજ પર મે કોઈ નવા સોંગ નો વીડિયો પણ નથી મૂક્યો. આજે વિચાર આવ્યો મૂકવાનો પણ જે સોંગ મે સિલેક્ટ કર્યું એ કેપો વગર વાગે એમ નથી. અને આ કારણે અત્યારે મારું કામ અટકી પડ્યું છે.
કેસરિયા નામ નું અરિજિત સિંઘ નું સોંગ જ્યારે પેલા મે રેકોર્ડિંગ કર્યું તું એમાં મારે ૨૪૦૦૦ views અને ૧૦૦૦ લાઈક આવી. જ્યારે આપણે કોઈ ટ્રેડિંગ સોંગ ઈન્સ્ટાગ્રામ પર મૂકી ત્યારે લાઈક અને views આવવા ની સંભાવના વધુ છે.
હાલ કહાની સુનો નામ નું સોંગ વાઇરલ હતું પણ મારી બેદરકારી ના લીધે આજે એ સોંગ રેકોર્ડ થઈ શકે એમ નથી અને હવે નિરાશા અને ગુસ્સા ના કારણે હું આ પેજ પર લખવા બેઠો છું.😏
હવે સવાલ એ છે કે એમેઝોન પર થી કેપો આવતા અઠવાડિયું થશે. અને મારે સોંગ પણ અપલોડ કરવા છે.
તો આટલો ટાઇમ માટે કરવું શું કોઈ સજેશન?🥲