લોકો કયે છે કે દીવારો ના પણ કાન હોય છે એવું કેમ?
આપણે ક્યારેક કોઈ ના ઘરે, ક્યાંક કોઈ દુકાન પર, ગલી ની બાર, ઘર ના દરવાજે, બજાર માં ચાલતા ચાલતા, મિત્રો સાથે બેઠા બેઠા કઈક ને કઈક વાતો કરતા હોઈએ છીએ.
આ વાતો કરતા સમયે આપણને અમુક ચીજો નું ધ્યાન અથવા જ્ઞાન હોતું નથી. જેમ કે આપણો અવાજ કેટલો ઉચો છે , આપને ક્યાં શબ્દો નો ઉપયોગ કરીએ છીએ, આપણી આજુ બાજુ કોણ કોણ ઉભુ છે, કેટલા લોકો છે આવી અનેક બાબત.
જ્યારે આપણે વાત કરવાની શરૂ કરીએ છીએ ત્યારે આપણે આપણા વિચારો ને શબ્દો માં ગોઠવવા માં વ્યસ્ત થઈ જતાં આજુબાજુ નું ભાન હોતું નથી. જેના કારણે આજુ બાજુ ના લોકો આપણી વાત સાંભળી જાય છે.
આપણે પોતનું જ ઉદાહરણ લઈએ. ઘર માં કોઈ વાત થતી હોય ત્યારે આપણું ધ્યાન નથી હોતું. પણ અચાનક જ કોઈ એવી વાત કરે જે આપના રસ નો વિષય છે તો આપણા કાન એ સાંભળવા માટે તરત જ સક્રિય થઈ જાય છે અને આપણે સામેવાળા ની જાણ વગર બધું સાંભળી લઈએ છીએ.
આ જ કારણે આ ડાયલોગ પ્રચલિત બન્યો હશે,
દિવારો કે ભી કાન હોતે હૈ
તમારું શું કેવું?